Department of Sociology

Page Title

Home / Department of Sociology

સમાજશાસ્ત્ર વિભાગ

આધુનિક યુગ વિજ્ઞાનનો યુગ છે. વર્તમાન સમયે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે લોકોની સુવિધાઓમાં સતત વધારો થયો છે. તો બીજી બાજુ કોઇ પણ જટીલમાં જટીલ સમસ્યાઓનો ઉકેલ પણ મેળવી શકાય છે.
વિજ્ઞાન એટલે ચોકકસ વિષયવસ્તુનું વૈજ્ઞાનિક પધ્ધતિનો ઉપયોગ કરીને જ્ઞાન મેળવવું. વિજ્ઞાન બે પ્રકારના છે.
(૧) પ્રાકૃતિક વિજ્ઞાનો (ર) સામાજિક વિજ્ઞાનો. સામાજિક વિજ્ઞાનોમાં સમાજશાસ્ત્ર એ સામાજિક સંબંધોની જટીલ વ્યવસ્થાઓનો વૈજ્ઞાનિક પધ્ધતિથી અભ્યાસ કરતું વિજ્ઞાન છે. સમાજશાસ્ત્રનું મુખ્ય ધ્યેય સમાજવ્યવસ્થાના જુદા જુદા પાસાઓનો વૈજ્ઞાનિક પધ્ધતિથી અભ્યાસ કરી સમાજવ્યવસ્થાને સંગઠિત કરવાનો તથા સામાજિક સમસ્યાઓની વાસ્તવિક માહિતી રજૂ કરી તેનો હલ શોધવાનો છે. આ દ્રષ્ટીએ જોઇએ તો તેનો મુખ્ય હેતુ માનવકલ્યાણમાં વૃધ્ધિ કરવાનો છે. વર્તમાન સમયે સમાજશાસ્ત્રમાં ગ્રામીણ સમુદાય, શહેરી સમુદાય, આદિવાસી સમુદાય, કુટુંબસંસ્થા, ધર્મસંસ્થા, લગ્નસંસ્થા, શિક્ષણસંસ્થા, પર્યાવરણ અને સમાજ, આરોગ્ય અને સમાજ, વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ, જાતિ અને સમાજ, સામાજિક પરિવર્તન, સામાજિક સમસ્યાઓ, સામાજિક વિકાસ, સામાજિક કલ્યાણ, ટકાઉ વિકાસ, માનવ અધિકાર, પછાત વર્ગોનું કલ્યાણ, મહિલા અને બાળકલ્યાણ, યુવા કલ્યાણ, રાજકારણ અને સમાજ, અપરાધ અને સમાજ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સમાજ, ઉદ્યોગ અને સમાજ, મજૂર કલ્યાણ, જૂથ વર્તન અને સમાજ, રમત ગમત અને સમાજ વગેરે જેવા પાસાઓનો અભ્યાસ કરવામાં આવે છે અને આવા દરેક પાસાઓ સંબંધિત સમાજશાસ્ત્રમાં પેટાશાખાઓનો વિકાસ થયો છે. આ દરેક શાખામાં ઉત્તમ કારકિર્દી ઘડવાની તક રહેલી જોવા મળે છે.

• સમાજશાસ્ત્રમાં અભ્યાસ અને આગળના અભ્યાસક્રમોઃ-

B.A. , M.A., Ph.d., M.S.W., M.L.W., B.ed., M.B.A. (HR), L.L.B., PGDUPDL, PGDDM, PGDESD, PGDEDS, PGDCSR, PGDRD

• સમાજશાસ્ત્રમાં કારકિર્દીઃ-

વહીવટી ક્ષેત્રે સમાજ કલ્યાણ, સમાજ સુરક્ષા, કેદી કલ્યાણ, વિકલાંગ કલ્યાણ, બાળ સુરક્ષા, અનુસૂચિત જાતિ કલ્યાણ, અનુસૂચિત જનજાતિ કલ્યાણ, મહિલા અને બાળ કલ્યાણ, વૃધ્ધ કલ્યાણ, લધુમતિ કલ્યાણ, મજુર કલ્યાણ, વગેરે વિભાગોમાં તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ તેમજ સરકારી અને બિન સરકારી યોજનાઓ/ પ્રોજેકટ તથા બિન સરકારી સંસ્થાઓ ક્ષેત્રે તથા રાજય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો તેમજ સંશોધન ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓમાં વિવિધ જગ્યાઓ પર કાર્ય કરી, કારકિર્દીનું ઘડતર કરી, સમાજની ઉત્તમ સેવા કરી શકાય છે. આ ક્ષેત્રે કારકિર્દી માટે જરૂરી છે, જે તે ક્ષેત્રેમાં રસ, રુચિ, જે તે ક્ષેત્રેની પાયાની જાણકારી, ઉત્તમ કાર્ય કરી શકાય તેવા કૌશલ્યો, સૈધ્ધાતિક જ્ઞાન. જે ઉત્તમ કારકિર્દીના ઘડતરની સાથે સારી રોજગારી અને સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવી આપવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.

Course Syllabus