“ઇતિહાસ એટલે સમાજને અનુલક્ષી માનવે કરેલી પ્રવૃતિઓનું વિવેચન”
ઇતિહાસના અભ્યાસથી માનવ પોતાના દેશ,સમાજ,ધર્મ,ભાષા,લીપિ,કલા,સંસ્કૃતિના વૈભવ-વારસાથી પરીચિત થઈ,વર્તમાનને અતીતના આધારે ગૌરવની અનુભૂતી કરે.ત્યારબાદ અતીતના અધ્યયનથી પોતાની વિરાસત જાળવી રાખવા પ્રેરીત બને કારણકે વર્તમાન પરિસ્થિતિનું નિર્માણ પણ ભૂતકાળની પૃષ્ઠભૂમિ પર થાય છે.માટે વર્તમાન સમજવા માટે પણ ઇતિહાસનું જ્ઞાન આવશ્યક છે.અને ઇતિહાસમાથી શીખ લઈ આવનાર પેઢીનો પથદર્શક પણ ઇતિહાસ જ બને છે.
21મી સદીમાં મહત્વપૂર્ણ શબ્દ “વિકાસ/આધુનીક”,આજે જેને વિકાસ કહીએ છીએ એ વિકાસની પ્રક્રીયા પ્રાગ ઐતિહાસીક યુગથી (આશરે 10 લાખ વર્ષ પહેલા) માનવીએ જીલેલા પડકારોથી આવેલા પરીવર્તનોનું પરીણામ છે.અને તે હજુ અવીરત પણે શરૂ છે .
પોતાની પ્રાચીન પરંપરા,સંસ્કૃતિથી વાકેફ કરી વિદ્યાર્થીનું નાગરીકમાં રૂપાંતર કરવું.ઇતિહાસ પ્રત્યે એક વૈશ્વીક દ્રસ્તીકોણ કેળવી આંતરાષ્ટ્રીય સંબંધ,રાજનીતી,યુદ્ધોના સારા-નરસા પરીણામની સમજ વિકસાવી ખરા અર્થમાં “વસુધૈવ કુટુંબકમ”ની ભાવના વિકસાવી॰
કેરીયર સંબંધે ઇતિહાસવિષય નું મહત્વ:
- મ્યુજીયમ,અભીલેખગાર,આર્કીયોલોજી ક્ષેત્રે સંશોધન ક્ષેત્રે વિશાળ તક.
- સ્પર્ધાત્મ્ક યુગમાં વિવિધ સ્પર્ધાત્મ્ક પરીક્ષા(GPSC/GSSSB)માં પૂછાતા મહત્તમ પ્રશ્નો ભારતીય ઇતિહાસ કલા,સંસ્કૃતિ,બંધારણ સંબંધીત હોય છે.જે તમામ મુદ્દા એફ.વાય.બી.એ. થી લઈ ટી.વાય.બી.એ મુખ્ય વિષય ઇતિહાસમા સમાવેશ થાય છે.