વિશ્વની પ્રાચિનતમ ભાષા સંસ્કૃત જ્ઞાન-વિજ્ઞાનની ધરોહર છે. આધુનિકયુગમાં ભારતીય અને વિદેશનાં જીજ્ઞાસુઓમાં પણ સંસ્કૃત અને તેમાં રચાયેલા વિવિધ ગ્રંથોને જાણવાની જીજ્ઞાસા તીવ્રતમ બની રહી છે. વિશાળ જ્ઞાનરાશિ ધરાવતો સંસ્કૃત વિષય સરકારીવિનયન કોલેજ રાણાવાવમાં મુખ્ય અને ગૌણ તરીકે પસંદ કરી શકાય છે. સંસ્કૃત વિષય પસંદ કરતાં આજીવિકાની સંભાવનાઓના વિકલ્પ પણ ઘણા બધા મળી રહે છે .
શિક્ષણ ક્ષેત્રે તકો :-
ઉચ્ચતર શિક્ષણમાં અધ્યાપનની તકો
સંસ્કૃત વિષય સાથે ગ્રેજ્યુએશન , માસ્ટર કર્યા બાદ નેટ/જીસેટ જેવી પરીક્ષાઓ પાસ કરી ઉચ્ચતર શિક્ષણમાં અધ્યાપનની તકો ઉજ્જવળ છે .
આયુર્વેદિક કોલેજોમાં અધ્યાપનની તકો
આયુર્વેદિક કોલેજોમાં સંસ્કૃતઅધ્યાપક તરીકેની વિશેષ જોગવાઈ હોવાથી સંસ્કૃતઅધ્યાપક તરીકેની તકો વધી જાય છે .
શિક્ષક તરીકેની તકો
પ્રાથમિક/ઉચ્ચપ્રાથમિક, માધ્યમિક/ઉચ્ચતરમાધ્યમિકમાં શિક્ષક તરીકે નો આજીવિકા મેળવવા માટેની તકો મળે છે.
સેન્યમાં ધર્મગુરુ
ભારતીય સેન્યમાં ધર્મગુરુ માટેની પોસ્ટ હોય છે. જે માટે સંસ્કૃત વિષયમાં ગ્રેજ્યુએશનના આધારે ભરતીથાય છે. જેમાં પણ ઉજ્જવળ તકો રહેલી છે.
ધાર્મિકવિધિ તથા કથાવાચક તરીકેની તકો
ભારતીય સંસ્કૃતિ અનુસાર દરેક પ્રકારના નિત્ય તેમજ નૈમિતિક પ્રસંગો સંસ્કૃતભાષાના જ્ઞાનસાથે વણાયેલા છે. આજના યુગમાં વૈજ્ઞાનિક આધાર સાથેની રજૂઆત માટેના જાણકારોનો અભાવ છે. જેથી આ ક્ષેત્રમાં પણ ભવિષ્ય કંડારવાની તકો અસીમિત છે.
ટેમ્પલ મેનેજમેંટ
ભારતની સરકારમાન્ય વિશ્વવિધ્યાલયો દ્વારા ટેમ્પલ મેનેજમેંટનો ડિપ્લોમા કોર્સ થાય છે. જેમાં અભ્યાસ કરીને વિદેશોનાં હિન્દૂમંદિરોમાં પૂજારી તરીકેની કારકિર્દી માટેની ઉજ્જવળ તકો છે.
સંશોધક તરીકેની તકો
ભારતની તેમજ જર્મની ફ્રાંચ જેવા દેશોમાં સંસ્કૃત વિષયમાં સંશોધન કરનાર માટે વિશેષ તકો છે. જેમાં સંસ્કૃતના શાસ્ત્રીય ગ્રંથો પર સંશોધનને ખુબજ મહત્વ અપાય છે. માટે આ ક્ષેત્રમાં પણ તકો ઉજ્જવળ છે. હસ્તપ્રત વિજ્ઞાન
પ્રાચીનકાળમાં લખાયેલી હસ્તપ્રતોમાં તે દેશ કાળ ને ધ્યાનમાં રાખી ખૂબજ ગ્રંથો લખાયેલા છે. જેમાં આજે પણ લાખોની સંખ્યામા વિવિધ લિપિમાં અને સંસ્કૃત ભાષામાં હસ્તપ્રતો વણઉકેલાઈ છે. જેથી આ ક્ષેત્ર માટે ખુબજ ઉમદા તકો છે. જે માટે ભારત સરકાર ખાસ ફેલોશિપ પણ આપે છે.
કલાનાં ક્ષેત્રમાં તકો
શિલ્પ-વાસ્તુ,નાટ્ય-સાહિત્ય જેવી વિવિધકળાઓમાં પ્રભુત્વ માટે સંસ્કૃતશિક્ષણની વિશિષ્ટ ભૂમિકા હોય છે. જેમકે આર્કિટેક અને ઇન્ટેરિયર-ડિઝાઇનર માટે વાસ્તુજ્ઞાન, અભિનેતા માટે નાટ્યશાસ્ત્રનું જ્ઞાન ખુબજ મહત્વ પૂર્ણ રહે છે. તેથી સંસ્કૃતનાં અભ્યાસ દ્વારા આક્ષેત્રમાં પણ ઉમદા તકો છે.